

આજે હું વાત કરીશ હાઉસવાઈફ જે ગૃહિણી છે કેવી રીતે બની શકે અને એમને કેવી રીતના હેલ્પ થઈ શકે, શું સૌપ્રથમ અત્યારે કેવું છે કે પહેલાના જમાનામાં એવું હતું કે લેડીઝ ભણ્યા નહોતા કે ઘરની અંદર જ રહેતા હતા. રસોડામાં જેમનું જીવન ચાલતું હતું. તો એ લોકો એટલા બધા એક્ટિવ નહોતા અને ઘરની જવાબદારી એટલી બધી આવતી હતી કે કોઈપણ જાતનું નવું કંઈ પણ કરી નહોતું શકાતું પણ અત્યારના આધુનિક જમાનામાં એટલું બધું આવ્યું છે કે ફેમિલી ધીરે ધીરે છૂટા થવા માંડ્યા છે. ચાર જણ બે જણ પાંચ જણને ફેમિલી હોય તેમાં વુમન આખો દિવસ ઘરે હોય તો કામ કર્યા પછી ફ્રી હોય છે અને હવે તો હા પહેલા જેવી સાસ બહુ ની સિરીયલ પણ નથી આવતી તો ગૃહિણી કરે શું? ઘણા એવા હોય છે જે કીટી પાર્ટીમાં જતા હોય છે, પ્રોગ્રામ્સમાં જતા હોય છે, કેમ તો બાળકો પછી એમનું આ બધું કનેક્શન છૂટી ગયું હોય છે અને એ લોકો પહેલેથી એક્ટિવ હોય છે. એમની માટે પ્રોબ્લેમ નથી થતો પણ એવા લોકો જે ઘરે છે, જેને બાળકો છે આ કદાચ એમના સાસુ સસરામાંથી કોઈ ઉંમર વાળું હોય જેમનું ધ્યાન રાખવા માટે આ બાળકો નાના હોય તો ધ્યાન રાખનાર કોઈ નથી હોતું. ત્યારે એ લોકો પોતાની જાતને ડેવલોપ કરવા માટે કંટેન ક્રિએટરમાં કેવી રીતે આવી શકે છે આ વસ્તુ એવી રીતની છે કે કન્ટેન ક્રિએટર જર્ની એવી છે કે જેની અંદર તમે તમારી લાઇફમાં બનતી દરેક વસ્તુમાંથી એક ટોપિક લઈને તમે તમારી જર્ની સ્ટાર્ટ કરી શકો છો. હું અહીંયા થોડાક તમને સજેશન આપીશ કાં તો તમને લિસ્ટ આપું છું. પહેલું છે કે તમને એવું હશે કે મારે કરવું કેવી રીતે તમે એક સરસ instagram પરથી youtube પર એકાઉન્ટ બનાવી દો એની માટે તમને વિડીયો youtube પર મળી જશે અને એના પછી તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે ડિસાઈડ કરવાનું છે તમે તમારો કયો એક્સપિરિયન્સ જેને ટેકનીકલ ભાષામાં ન્યુઝ કહેવાય. હવે આ જે ન્યુઝ છે એ તમારે બહુ શાંતિથી વિચારીને ચાલુ કરવી પડે જેમકે ઘરની અંદર ઘર કેવી રીતે રાખવો ઘરને કેવી રીતે સજાઓ જમવાનું બનાવવાની નવી નવી રીત ઘરની અંદર વસ્તુઓને સ્ટોર કરવાની રીત પાણીની અંદર તમે કઈ કઈ વસ્તુ કરી શકો છો, ઘરની અંદર બાળકોને કેવી રીતના રાખવા, બાળકોનું ઉછેર કેવી રીતે કરવો, શાકભાજી અને ઘરની અંદર પોતાના ગાર્ડનમાં કેવી રીતના ઉગાડવા કેવી રીતના સાચવવા કેવી રીતના સ્ટોર કરવા એ સિવાય ઘણી બધી ઘરની એવી નાની મોટી એક્ટિવિટીસ છે, જે તમે ફેમિલી સાથે કેવી રીતે રહી શકો, હસબન્ડ વાઈફ ના કાંઈ ફની જેવા કંઈકને કંઈક એવા ટોપિક્સ લઈ અને તમે તમારું નિસ નક્કી કરો અને એના પછી આ જર્નીમાં કૂદી પડો. જેમ ચાલુ થશે એમ તમને એવું થશે મને બોલતા નથી આવડતું. મને કેમેરાની સામે ફેસ કરવામાં તકલીફ થાય છે. બધાને જ થતી હોય છે શરૂઆત આવી જ રીતના હોય છે. કેમ કે તમે લગ્ન પહેલાં તો એ કહીશ કે તમે લાઇફમાં લગ્ન કર્યું, એક શરૂઆત કરી પછી તમારું ફેમિલી બન્યું ત્યારે તમે માતા-પિતા બન્યા તો પણ એક શરૂઆત થઈ તો એ બધી શરૂઆત તમે કરી બસ આ એવી જ રીતની શરૂઆત છે કે આ જર્નીમાં તમે નીકળી પડો ધીરે ધીરે તમે કન્ટેન્ટ બનાવતા જાઓ તમારા પ્લેટફોર્મ પર મુકતા જાવ અને લોકોનો પ્રતિસાદ લેતા જાવ કે તમને આઈડિયા આવે કે લોકોને તમારું કન્ટેન્ટ ગમે છે કે નથી ગમતું.