

આધુનિક શબ્દ ઈનફ્લુએન્સર આજકાલ ઇન્ફ્લુએન્સરને બહુ જ બધી જગ્યા એ બોલાવવામાં આવે છે. કોણ કોણ ઈનફ્લુએન્સર બની શકે છે? કેવી રીતે તેમની જર્ની સ્ટાર્ટ થાય છે? બધી જગ્યાએ સાંભળવા મળશે, કે “આ એડ કરવી છે!” એનું મહત્વ શું હોય છે? કેમ લોકો ઈનફ્લુએન્સર બને છે? અને અત્યારે આજકાલ સૌથી વધારે આ નામ કેમ સાંભળવા મળે છે? જ્યાં જુઓ ત્યાં બધા જ ઈનફ્લુએન્સર તો છે, આ એક એવી વસ્તુ છે, વસ્તુ એટલે વ્યક્તિમાં એડ થતા શું કહી શકીએ? એમના ગુણ કે, જે એમની પાસે એટલા સરસ હોય, કે જેનું અનુકરણ જોઈને બીજા કરી શકે. ધારો કે, એમના કપડા પહેરવાની સ્ટાઈલ હોય. જે કંઈ પણ ઈનફ્લુએન્સર કરે ,કે જેને જોઈને બીજા લોકો પ્રેરિત થાય, અને બધા એમના જેવું કરે. હવે આમાં અત્યારના માર્કેટમાં આ બધી વસ્તુઓ નવી નથી, પહેલા પણ લોકો હતા જ ઘણા લોકોના રોલ મોડલ. ઘણા લોકો એકબીજાથી ઇન્ફ્લ્યુન્સ થતા હતા. લેડીઝૉ તો આમ જ એકબીજાની પાસે લીલી સાડી છે, આની પાસે પીડી સાડી છે, મારે પણ જોઈએ છે! ઈનફ્લુએન્સર શબ્દ ક્યાંથી આવ્યો? કેવી રીતે આપણા બધાના જીવનમાં પ્રસરતો રહ્યો? તો જ્યારે પેપર સુધી સમાચાર હતા ત્યાંરે સારું હતું, જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ એજન્સીસ હતી, ટીવી સુધી અને પેપર સુધી બધી જ વસ્તુઓ આપણા સુધી પહોંચાડતી હતી. પણ ધીરે ધીરે ખબર પડી કે જે સ્ટાર્સ છે, એ લોકો એડવેર્ટીસ માટે ઘણા પૈસા લઈ રહ્યા છે. આ એડવર્ટાઈઝમેન્ટ ને કરવા માટે જુદા જુદા પ્લેટફોર્મ પર તો જે નાની નાની કંપની છે એ લોકો આટલા બધા પેમેન્ટ નહોતા આપી શકતા, એટલે એમની માટે આ એક નવો એરા ઉત્પન્ન થયો જે ડિજિટલ નું સૌથી મોટું રિવોલ્યુશન પોઇન્ટ લઈને આવ્યો. જે કુબેર પછી આવ્યું જેની અંદર ઇન્સ્ટાગ્રામ, યૂટયૂબ, ફેસબૂક છે. આવા જુદા-જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જઈ, અને પોતાનો વિડીયો બનાવી, પોતાના અનુભવો શેર કરી વસ્તુઓ લાવેલી બતાવી વસ્તુને ઓપન કરી બતાવે છે. એવું ધીરે ધીરે લોકો ને બતાવવાનું ચાલુ કર્યું અને જે લોકો એક્ટર – સેલિબ્રિટીઝ ને ફોલો કરતા હતા, એકબીજાને ફોલો કરવા માંડ્યા એકબીજાથી પ્રેરિત થવા માંડ્યા એકબીજાથી ઇન્ફ્લ્યુન્સ થવા માંડ્યા, અને ધીરે ધીરે આ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ લોકોના જીવનની અંદર આ વસ્તુ આવી ગઈ. ક્યાંક ગમત થઈ રહી છે, ક્યાંક મોજ મજા થઈ રહ્યા છે, ક્યાંક સેલિબ્રેશન થઈ રહ્યું છે, ક્યાંક ધંધો થઈ રહ્યો છે, ક્યાંક ઇવેન્ટ તો ક્યાંક ઘણું બધું થતું રહેતું હોય છે. ને આ બધી વસ્તુઓ android ફોન માં જે આંગળીના ટેરવે ચાલે છે, ગર્લફ્રેન્ડ કા બોયફ્રેન્ડ પતી કે પછી પત્ની. માં, દીકરો કે દીકરી અને પિતા આંગળીના ટેડવે નથી ચાલતા. તમે ચલાવો એમ નથી ચાલતા. આ એક નાનકડું ગેજેટ, મોબાઈલ એ એવું ચાલે ને આંગળીના ટેડવે કે ના પૂછો વાત. બસ એ જ ગેજેટ પર લોકો એક આંગળીના ટેરવે નાનકડો વિડીયો લઈ અને વિડિયો અલગ અલગ પ્લેટફોર્મ પર મૂકી દે. લોકો ફ્રી થાય એમ જોતા જાય અને એકબીજા સાથે જોડાતા જાય. આમ ધીરે ધીરે લોકોને ખબર પડી જાય છે કે ભાઈ લોકો એકબીજાથી પ્રેરિત થઈ રહ્યા છે ઇન્ફ્લ્યુન્સ થઈ રહ્યા છે અને આપણે પણ કંઈક બનાવીએ, ચાલો ને આપણે કંઈક શીખવાડીએ, ઘણા બધા એવા પ્રોફેશનલ શિક્ષકો જે સ્કિલ પર્સન હતા. ક્યાંય લોકોને જોબ નહોતી મળતી, ક્યાં એવા પ્લેટફોર્મ નોતા મળતા. કેટલાક લોકોને સ્ટાર્ટઅપ કરાવતા લોકો સુધી એમને પોતાની એક્સપર્ટિસ શેર કરવી હતી. પણ આ એક ઈનફ્લુએન્સર કરીને શબ્દ આવ્યો, ને એનાથી લોકો અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાના અલગ અલગ કન્ટેન્ટ બનાવતા બનાવતા ધીરે ધીરે લોકો ડેવલપ થતા ગયા, શીખતા ગયા, કમાતા ગયા, લોકોનો પ્રેમ લોકોનો સાથ મળતા મળતા મળતા ધીરે ધીરે ઈનફ્લુએન્સર ની જર્ની લોકોએ ચાલુ કરી અને આની અંદર પણ ધીરે ધીરે પછી એક નવો શબ્દ આવ્યો એટલે તમે જે પણ માહિતી છે એ માહિતી લોકો સુધી જે માધ્યમ થી મોકલો છો, બસ એનું નામ આપ્યુ કન્ટેન્ટ ક્રિએટર. એટલે ધીરે ધીરે લોકો ઇન્સ્યોરન્સર પણ બનતા ગયા અને કન્ટેન્ટ ક્રિએટર પણ. શબ્દો બંને અલગ છે મતલબ પણ અલગ થાય છે પણ લોકોને ખબર નહોતી હોતી કે બંને એક જ શબ્દ બનાવીને ચાલે છે. પણ કંઈ વાંધો નહીં મિત્રો આવતા આર્ટીકલ માં હું તમને જરૂરથી કહીશ કે આ વસ્તુમાં આ ઈનફ્લુએન્સર બનવું હોય કે કન્ટેન ક્રિએટર બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો ચાલો મળીએ આવતા અઠવાડિયાના સપ્તાહમાં. જય હિન્દ, જય ભારત. મયુરી જાદવ શાહ બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ એન્ડ ઈનફ્લુએન્સર.